Ladwada, Mandvi, Vadodara, Gujarat.
rajeshmpatel79@gmail.com
+91 942 844 2791
શ્રી નાનાલાલ શાહનો જન્મ 03/04/ 1896 ના શુભ દિને થયો હતો. તેઓ શિક્ષણ જગતમાં ઉચ્ચ કેળવણીકાર અને અંગ્રેજી વિષયના ખ્યાતનામ શિક્ષક હતા. તેઓએ અંગ્રેજી વિષયના વ્યાકરણનું પુસ્તક લખેલું, જેને સરકારશ્રી તરફથી શાળાઓમાં પાઠ્યપુસ્તક તરીકે માન્યતા મળેલ હતી. તેઓ વિદ્યાર્થીઓમાં તેમના વિષય-શિક્ષણ અને વિદ્યાર્થીઓ પ્રત્યેના પ્રેમભાવને કારણે આદરણીય હતા. જેના ફળ સ્વરૂપે, જયારે તેઓ તેમના અન્ય બે સાથીદારો સાથે સયાજી હાઇસ્કૂલ માંથી છુટા થઈ એચ.વી.શ્રોફ મેમોરિયલ હાઇસ્કૂલની સ્થાપના કરી ત્યારે, સયાજી સ્કૂલના 167 જેટલા વિદ્યાર્થીઓ L. C. લઈને એચ. વી. શ્રોફ હાઈસ્કૂલમાં દાખલ થયા હતા.
તેમના પછી તેમના પુત્ર લક્ષ્મીકાંત નાનાલાલ શાહે પણ સદર ટ્રસ્ટમાં સેવા આપેલી છે અને ત્યારબાદ તેમના પૌત્ર પ્રકાશભાઈ શાહ આ ટ્રસ્ટ સાથે જોડાયેલા હતા. શાળા શરૂ થઈ ત્યારે શ્રી નાનાલાલ શાહ શૈક્ષણિક વિભાગ સંભાળતા હતા. અને ધ મેમોરિયલ એજ્યુકેશન ટ્રસ્ટમાં પ્રમુખ તરીકેનુ સ્થાન શોભાવ્યું હતું.
તેમનો જન્મ 04 /11/ 1911 ના શુભદિને થયો હતો. તેઓશ્રી ધ મેમોરિયલ એજ્યુકેશન ટ્રસ્ટના આદ્યસ્થાપક હતા. તેમજ એચ.વી.શ્રોફ મેમોરિયલ હાઇસ્કૂલ ના ઉપાચાર્ય તરીકે કાર્યરત હતા. તેઓ સંસ્કૃતના વિદ્વાન શિક્ષક હતા. તેમણે સંસ્કૃત શિક્ષક તરીકે લાંબા સમય સુધી સંસ્થામાં સેવા આપી હતી. આમ આપણી સંસ્થામાં શ્રોફ સાહેબ અને મૂળશંકર જોષી સાહેબ તે સમયના વિદ્વાન આચાર્ય હતા.
તેઓની વહીવટી સુઝને કારણે સંસ્થાની સ્થાપના બાદ તેઓ શાળાનો વહીવટી વિભાગ સંભાળતા હતા. શાળાના કર્મચારીઓ સાથે કુટુંબના સભ્યો જેવો વ્યવહાર રાખતા અને યથા પ્રસંગે કર્મચારીઓને મદદ પણ કરતા.
શ્રી છોટુભાઈ ભટ્ટ પણ ધ મેમોરિયલ એજ્યુકેશન ટ્રસ્ટના આદ્યસ્થાપક હતા. તેઓશ્રી પણ સયાજી હાઇસ્કુલ માંથી છુટા થઈ આ શાળામાં જોડાયા. તેઓ વ્યાયામ શિક્ષક હતા. તેઓ આટાપાટા ની રમતના નિષ્ણાંત હતા અને રાષ્ટ્રીયકક્ષાના કોચ હતા. તેઓ સામાજિક કાર્યકર હતા, જેથી નવી શાળાના વહીવટમાં તેઓ સમાજના સંપર્કમાં રહી શાળાના પ્રચાર-પ્રસારમાં અગત્યનો ભાગ ભજવતા અને વાડી વિસ્તારમાં શાળાની જરૂરિયાત જોતા ધ મેમોરિયલ એજ્યુકેશન ટ્રસ્ટે 1947માં નારાયણ વિદ્યાલય ની સ્થાપના કરી અને શાળાના આચાર્ય તરીકે નું સંચાલન શ્રી છોટુભાઈ ભટ્ટને સોંપવામાં આવ્યું . તેમની રાહબરી નીચે શાળાનો વિકાસ થયો. તેમની શાળાની અને સમાજના કાર્યોની નોંધ લઇ સરકારશ્રી તરફથી શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ આપવામાં આવેલો અને તેઓ જીવ્યા ત્યાં સુધી સમાજસેવા ચાલુ રાખી.
© The Memorial Educational Trust, Vadodara. All Rights Reserved. Powered by Param Infocom