Ladwada, Mandvi, Vadodara, Gujarat.
rajeshmpatel79@gmail.com
+91 942 844 2791
શ્રી હીરાલાલ વ્રજભૂખણદાસ શ્રોફ
વર્ષ 1935 ની આસપાસ વડોદરા શહેરમાં ગણનાપાત્ર માધ્યમિક શાળાઓ હતી. આ સમય દરમિયાન ઉત્તમ શિક્ષણ આપવાના હેતુથી વડોદરા શહેરના ત્રણ અગ્રગણ્ય શિક્ષકમિત્રો, આચાર્યશ્રી નાનાલાલ શાહ, શ્રી મૂળશંકરભાઈ જોશી અને શ્રી છોટુભાઈ ભટ્ટ ના સંયુક્ત પ્રયાસરૂપે ધ મેમોરિયલ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ દ્વારા આ શિક્ષકમિત્રોના ગુરુ પુણ્યશ્લોક શ્રી હીરાલાલ વ્રજભૂખણદાસ શ્રોફની યાદગીરી રૂપે એચ.વી.શ્રોફ મેમોરિયલ હાઇસ્કુલ ની સ્થાપના તારીખ 1/ 4 /1935 ના રોજ કરવામાં આવી. આ પછી શહેરમાં અનેક શાળાઓ અસ્તિત્વમાં આવી, આ પૈકી એચ. વી.શ્રોફ મેમોરિયલ હાઇસ્કૂલ, પોતાનું આગવું સ્થાન ધરાવે છે.
આ શાળાની સ્થાપના બાદ સફળતા સ્વરૂપે, વર્ષ 1945 માં નારાયણ વિદ્યાલય ની સ્થાપના કરવામાં આવી. કન્યા શિક્ષણ માટે આ ટ્રસ્ટે આર.એન્ડ કે.પંડ્યા હાઇસ્કુલની વર્ષ 1965 માં સ્થાપના કરી. ઉત્તમ શિક્ષણ અને SSC બોર્ડમાં અગ્રક્રમ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ ટ્રસ્ટ પ્રેરણારૂપ રહ્યું છે.
ઉપરોક્ત ત્રણ અગ્રગણીય શિક્ષકો જે આદ્યસ્થાપક હતા, તેમણે પોતાના ગુરુના સન્માનમાં વાર્ષિક પરીક્ષાઓના સમયે કોઈ વિદ્યાર્થી શાળા ફેરફાર ન કરે તે સંજોગોમાં 167 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી આ શાળા 1/4/1935 ના દિને વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓના આગ્રહને કારણે શરૂ કરવામાં આવી.
વર્ષ 1976 થી ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહ ( આર્ટ્સ /કોમર્સ ) ના વર્ગોની શરૂઆત કરવામાં આવી. વિજ્ઞાન વિષયના શિક્ષણ માટે 1983 થી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિજ્ઞાન પ્રવાહનો શુભ આરંભ કર્યો. શાળા પ્રત્યેના પ્રેમ અને લાગણીથી લેબોરેટરીના સાધનો માટે રૂપિયા 90,000 વિદ્યાર્થી શ્રી કે.જી. કોટકે દાનરૂપે આપ્યા હતા.
© The Memorial Educational Trust, Vadodara. All Rights Reserved. Powered by Param Infocom